GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આલાપ રોડ ઉપર મહિલાના ગળા માંથી ચેઇનની ચીલઝડપ કરનાર ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના આલાપ રોડ ઉપર મહિલાના ગળા માંથી ચેઇનની ચીલઝડપ કરનાર ઈસમ ઝડપાયો

મોરબી આલાપરોડ, નવજીવન પાર્કમાંથી સાતેક દિવસ પહેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ઝુટવી જનાર રાજકોટની સમડી ગેંગના રીઢા ચોર સાગરીતને સોનાનો ચેઇન તથા ચીલઝડપ કરવા ઉપયોગમાં લીધેલ બાઈક મળી કુલ કી.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ઝડપી લેવામાં આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગત તા.૨૪/૦૪ના રોજ મોરબીના આલાપ રોડ નવજીવન પાર્ક સોસાયટીમાં શેરીમાં બહાર બેઠેલા મહિલા પાસે જઈ સરનામું પૂછવાના બહાને મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન આચકી એક અજાણ્યો શખ્સ દોડીને ભાગી જઈ થોડે દૂર પાર્ક કરેલ પોતાના બાઈક ઉપર ચેઇનની ચીલઝડપ કરી ભાગી ગયો હોય ત્યારે મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉપરોક્ત ચીલઝડપના ગુનાના આરોપીને પકડી પાડવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી તથા આજુબાજુના જીલ્લાઓમાં આ પ્રકારના બનેલ બનાવો જેના આરોપીઓની એમ.ઓ. ફોટોગ્રાફ અંગેની સંપૂર્ણ માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો શરુ કરી તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તપાસી નંબર વગરના બાઈક અંગેની માહીતી મેળવી એલ.સી.બી.સ્ટાફ તથા મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આપવામાં આવી હતી. તે દરમિયાન એલ.સી.બી.પોલીસ ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે આ ચીલઝડપનો ગુનો આચરનાર અજય માનસીંગભાઇ કોળી રહે.રાજકોટ વાળો હાલ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે બાઈક સાથે ઉભેલ હોવાની હકિકત મળતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા ઉપરોક્ત આરોપી ત્યાંથી મળી આવેલ જે આરોપીને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરતા આ ગુનો તેણે આચરેલાની કબૂલાત આપી હતી. આ સાથે આરોપી અજય માનસીંગ પરસોંડા ઉવ-૨૭ રહે.રાજકોટ રાધે ડેરી, વાળી શેરી ઇન્ડીયન આવાસના

કવાટર્સમાં પાસેથી પોલીસે ચીલઝડપમાં આંચકીને લઇ ગયેલ સોનાનો ચેઇન તથા ગુનામાં વપરાયેલ બાઈક મળી કુલ કી.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરી ગણતરીના દિવસોમાં ચીલઝડપના ગુનાના આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!