BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચના ચાવજ સ્થિત અંડરપાસનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચયુઅલ ઉપસ્થિતમાં ઈ-લાકાર્પણ કરાયું

ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મીસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતી

ભરૂચ: સોમવાર: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૫૫૪ જેટલા રેલવે સ્ટેશનોનો પુન:વિકાસ તેમજ ૧૫૦૦ રોડ ઓવર બ્રિજ તેમજ અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્ધાટન આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઈ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પણ ચાવજ ગામ પાસે આવેલ રેલવે અંડરપાસનું ઉદ્ધાટન કરવામાં અવ્યું હતું.

ભરૂચમાં પણ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અંડપાસ લાકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, ચાવજ ખાતેથી પસાર થતો રેલવે અંડરપાસનું આજે લોકાપર્ણ કરતાં નેશનલ હાઈવે સાથે રોડ કનેકટીવીટીમાં વધારો થયો છે.સંજોગાવશત ટ્રાફિકના કારણે નાગરિકો પાસે અંડરપાસ થી નેશનલ હાઈવેવાળા રસ્તાનો ઉપયોગ કરવોનો નવો વિકલ્પ ઉપલબ્ધ થશે તેમ તેમણે લાકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કૌશિક પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી સમીતીના અધ્યયક્ષ શ્રી ધર્મેશ મિસ્ત્રી  સહીતના નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!