
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના મોડાસાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો ફાયર સેફ્ટી સેમિનાર
અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે આવે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં લીડીગ ફાયરમેન પારધી દિલીપભાઈ અને પટેલ પાર્થ અને નિકુંજભાઈ પટેલ તરફથી ખુબજ સુંદર માહિતી આપવામાં આવી હતી.જેમાં આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ બી.એ મહીડા ડી.પી.ઓ ડિઝાસ્ટર અરવલ્લી દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઈન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવામાં આવ્યું હતું. સાથેજ એન.ડી.આર.એફની ટીમ દ્વારા સલામતી વિશેની માહિતી પત્રિકાઓ આપવામાં આવી હતી. તો મહિલા હેલ્પલાઇન 181ની ટીમ તરફથી ડેમો દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી.આ સેમિનારમાં કુલ 160 જવાનો તાલીમ માં જોડાયા હતા.




