સુરેન્દ્રનગર કિસાન સંગઠન દ્વારા પરબડી ,તાજપર, મહીદડ ,લાખણકા વગેરે જેવા ગામનાં ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન.હાલ ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અસંખ્ય ખેડૂતોને ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે .જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામડાઓની અંદર ખેડૂતના ખેતરે જય અને પાકનુ નિરક્ષણ કરેલા જેમાં અતિવૃષ્ટિના કારણે કપાસ ધાન્ય પાક શાકભાજીના તમામ પાક સો એ સ100% ટકા નિષ્ફળ ગયેલા હોય તો યુદ્ધના ધોરણે સરકારશ્રી દ્વારા 100 એ 100 % ટકા દરેક ગામના ખેડૂતના ખેતરે જઈ અને તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાન ગયેલા તમામ ખેડૂતોને 100% ટકા વળતર ચૂકવવામાં આવે એવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાન રમેશભાઈ મેર ,દેવકરણભાઈ જોગરાણા, મુકેશભાઈ રાજપરા દ્વારા સરકાર શ્રી પાસે માંગ કરવામાં આવી અને આગામી દિવસોની અંદર સર્વે કરી ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે તો ખેડૂતો સાથે રાખી ઉપવાસ ધરણા રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમ આપી આ બેરી મૂંગી સરકારને જગાડવાના તમામ પ્રયાસ કરવામાં આવશે એવું ખેડૂત આગેવાન રમેશભાઈ મેરે જણાવ્યું હતું.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા, સાયલા