BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં ચોરાયેલ એક્ટિવા સાથે ચોર ઝડપાયો:કસક સર્કલ પાસેથી ગણતરીના કલાકોમાં સી-ડિવિઝન પોલીસે પકડ્યો.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરના કસક સર્કલ વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા મોપેડ સાથે એક ઈસમને ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વિવેક વિનોદચંદ્ર રાવલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા દરમિયાન કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામે પાર્ક કરેલ તેમની એક્ટિવા મોપેડ (નંબર GJ-16-BC-5382) કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે, સી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ ટીમો રચી હતી. રાજ્ય સરકારની VISWAS CCTV સિસ્ટમ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, 29 જાન્યુઆરીના રોજ શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરોક્ત નંબરની એક્ટિવા લઈને પસાર થતા એક શંકાસ્પદ ઈસમને અટકાવવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, મોપેડની આર.સી. બુક ન હોવા અને ઇ-ગુજકોપ એપમાં વાહન ચોરીનું હોવાનું ખુલતા વધુ તપાસ કરાઈ હતી. આરોપી ગૌતમ કેશવભાઈ જાદવે કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામેથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ. 30,000 ની કિંમતનું ચોરાયેલું એક્ટિવા મોપેડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

Back to top button
error: Content is protected !!