MORBI મોરબીના લક્ષ્મીનગર ગામે ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો
MORBI મોરબીના લક્ષ્મીનગર ગામે ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે શ્રીરામ ક્લિનિકમાં તાલુકા પોલીસે દરોડો પાડી એક બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝામાં શ્રીરામ ક્લિનિકમાં કોઈપણ જાતની ડીગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા હિતેશભાઇ કાનજીભાઇ કારાવડીયા(પટેલ) ઉવ.૪૨ રહે-મોરબી ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ બી.૫૦૨ કેનાલ રોડ વાળાને ઝડપી લેવામાં આવ્યો છે. જે કોઇપણ પ્રકારની ડોક્ટરની ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરી માણસોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ક્લિનિકમાં દરોડો પાડી એલોપેથીની અલગ અલગ દવાઓનો જથ્થો કિ.રૂ.૮,૧૩૯.૪૬/- ના મુદામાલ સાથે આરોપી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેકટીસનરી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.