GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ મેમકા રોડ પર ભાદા હનુમાન મંદિરે ખેડૂતો દ્વારા મેધરાજાને રીઝવવા માટે રામધૂન યોજાઈ હતી.

આ રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા હતા.

તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ રામધૂનમાં 5 ગામના ખેડૂતો જોડાયા હતા.

સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટા ભાગે રાજ્યના તમામ જીલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલુ ચોમાસામાં હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જેને ધ્યાને લઇને વઢવાણ મેમકા રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનુ આયોજન કરવામાં આવ્યું હતુ અને મેઘરાજાને રીઝવવા માટે રામધૂન થકી પ્રયાસ કર્યો હતો ઝાલાવાડના ખેડૂતો બારે મહિના અલગ અલગ સીઝન મુજબ પાકોનું વાવેતર કરે છે જેમાં ચાલુ ચોમાસાની સીઝનમાં કપાસ, મગફળી, જુવાર સહિતના પાકોનું હજારો હેકટર જમીનમાં વાવેતર કરી નાખ્યું છે પરંતુ ચાલુ ચોમાસાની સીઝનમાં અનિયમિત અને અપુરતો વરસાદ પડતાં ખેડૂતોને મહામહેનતે કરેલ વાવેતરને અસર થઈ રહી છે રાજ્યભરમાં સારો વરસાદ પડી રહ્યો છે પરંતુ એક માત્ર સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 30% જેટલો જ વરસાદ નોંધાયો છે છેલ્લા 15 દિવસથી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે પરંતુ વરસાદ નથી પડતો ત્યારે આવી સ્થિતિમાં મેઘરાજાને મનાવવા માટે ખેડૂતો દ્વારા વઢવાણ મેમકા રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે રામધૂન તેમજ મલિંદોનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારથી પાંચ ગામોના ખેડૂતો જોડાયા હતા અને રામધૂન બોલાવી મેઘરાજાને મનાવવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!