BHARUCHBHARUCH CITY / TALUKO

ટંકારિયા ગામે ગૌ-વંશની કતલ કરવાના કારસામાં ત્રણ ઝબ્બે : બે વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકામાં આવેલાં ટંકારિયા ગામે સોરગસા પીરની દરગાહની સામે રહેતાં મહેબુબ ઇસ્માઇલ ઉમટા તેના પશુઓ બાંધવાના અડાળામાં ગૌવંશનું કતલ કરી વેચાણ કરે છે. તેવી બાતમી મળતાં પાલેજ પીઆઇ એ. એ. ચૌધરી તેમજ તેમના સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમને ઘટના સ્થળેથી 70 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. જ્યારે નજીકમાં જ કતલના ઇરાદે બાંધી રાખેલી 3 ગાય તથા બે વાછરડાં પણ મળી આવતાં તેમને પણ બચાવી સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની કવાયત હાથ ધરાઇ હતી. ટીમે ઘટના સ્થળેથી ગૌવંશની કતલ કરનારા અને તેને મદદ કરનારા સાથે ગૌમાંસ ખરીદી કરવા આવેલાંઓની ધરપકડ કરી હતી. જેમના નામ જાવેદ ઇસ્માઇલ ઝીણા, મહેબૂબ ઇસ્માઇલ ઉમટા તેમજ ઇલ્યાસ વલી બસેરી હોવાનું માલુમ પડયું હતું.

જ્યારે સિરાજ ઇસ્માઇલ ઉમટા તેમજ ઉદયો ઉર્ફે ઉદેસંગ વસાવાને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.

Back to top button
error: Content is protected !!