
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની પ્રાથમિક અને માધ્યમિક શાળા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને સાથે સાથે નશા મુક્તિ અભિયાનના સ્લોગન સાથે સમગ્ર નેત્રંગ નગરમાં આ યાત્રાને ફેરવવામાં આવી. આ યાત્રામાં બાળકો ભારતીય સૈન્યના યુનિફોર્મ માં અને ઓપરેશન સિંદૂરના બેનર સાથે જોવા મળ્યા હતા… આમ બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.



