BHARUCHBHARUCH CITY / TALUKO

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં તિરંગા યાત્રા યોજાઈ

સમીર પટેલ, ભરૂચ

પ્રાથમિક શાળા સાહોલમાં હર ઘર તિરંગા અંતગૅત શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પધાૅનુ આયોજન કરવામા આવ્યુ હતું.વિદ્યાર્થીઓમા દેશભકિતની ભાવના જાગ્રત થાય તેમજ ભારતના તિરંગાની આન, બાન અને શાન જળવાય તે હેતુસર રંગોળી સ્પર્ધા દેશભકિતના રંગે રંગાયેલી હોય એવી બાળકોએ બનાવી હતી. આમ, હર ઘર તિરંગા અન્વયે ગામમાં રેલી કાઢી દેશભક્તિના સૂત્રો – નારાં બોલાવ્યા હતા. અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. આ તિરંગા યાત્રામાં એસ. એમ. સી. સભ્યો,શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, સરપંચ નવનીતભાઈ પટેલ,શિક્ષકગણ નરેશભાઈ પટેલ, તેજસભાઈ પટેલ,જનકભાઈ પટેલ પંચાયત સભ્યો, ગામ આગેવાન, બાળકો હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

Back to top button
error: Content is protected !!