ઓ દેશ મેરે” કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ અને લોકસંગીતના સૂરોના રંગ, દર્શકો મંત્રમુગ્ધ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના આર્થિક સહકારથી આયોજિત રાષ્ટ્રભક્તિ અને લોકસંગીત પર આધારિત વિશેષ કાર્યક્રમ “ઓ દેશ મેરે”નું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કલાકારો, જેમ કે યુવા ગાયિકા દેવાંશી શાહ અને જાણીતા ગાયક પ્રકાશ પરમાર, જેઓ રફી સાહેબ જેવો કંઠ ધરાવે છે, એ લોકગીતો, દેશભક્તિ ગીતો અને હિન્દી-ગુજરાતી ગીતોની મધુર પ્રસ્તુતિઓ આપી, જેમાં દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
કાર્યક્રમમાં ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા, ટાફ ગ્રુપના તન્મય શેઠ અને વેજલપુર વિધાનસભાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સ્મિત પઢીયાર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. મહેમાનોનું સ્વાગત ખઝાના બેન્કવેટ અને નવા કલાકારોને હંમેશા પ્રોત્સાહન આપતા ચિરાગ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમેાજમાં “રોજ ખાઓ મમ્મીનું ટિફિન” રેસ્ટોરન્ટના રૂપલ ઝવેરી પણ હાજર રહ્યા. કાર્યક્રમને ધ હતીએટર ન્યૂઝ, જસ્ટ બ્રિજ્ડ, ટ્વિસ્ટેડ રૂટ્સ અને આઈસ સ્ટુડિયો જેવા સંસ્થાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને લાઈવ પ્રસારણ ધ ફ્લાઈંગ શોટ્સ દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ મનન દવેના મેનેજમેન્ટ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહેમાનો અને જાહેર જનતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરી, આવી પ્રવૃત્તિઓથી ગુજરાતી સંસ્કૃતિ અને લોકસંસ્કૃતિને દેશ-વિદેશમાં પ્રસાર થતો રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.