ANKLESHWARBHARUCH
ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ !!!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નરાધમ સંચાલક એક્સ્ટ્રા ટ્યુશન લેવાના બહાને વિદ્યાર્થિનીને બોલાવતો હતો અને દર રવિવારે તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ શારીરિક શોષણને કારણે વિદ્યાર્થિનીને ગર્ભ રહી જતા અંતે આ સમગ્ર પાપનો ભાંડો ફૂટ્યો છે.
ઘટનાની જાણ થતા જ પીડિત પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી ટ્યુશન સંચાલકની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.




