BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેગના બે આરોપી ઝડપાયા મુખ્ય સુત્રધાર હનીફ ગઠ વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

૧૬મી ફેબ્રુઆરી ૧૦૦ની સ્પીડે ગાડી લાવી એકની હત્યાનો પ્રયાસ કરવા મામલે ત્રિપુટી હતી વોન્ટેડ… બે સુરતથી ઝડપાયા..

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ભયનું વાતાવરણ ઉભું કરવા માટે હત્યાનો પ્રયાસ કરવાનું કાવતરું રચનાર મુખ્ય સુત્રધાર સહિતની ત્રિપુટીએ પણ હત્યાનો પ્રયાસ કરતાં આખરે એક આરોપીના આગોતરા પણ નામંજુર અને તેમાં પણ ગામના ૧ર૬ લોકોની સહી સાથેની અરજી રજુ કરાતા આખરે જામીન અરજી નામંજુર કરાતા બે આરોપીઓને વાગરા પોલીસે ઝડપી પાડી મુખ્યસુત્રધાર સુધી પહોંચવાના પ્રયાસ કર્યા છે.

ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરીયાદ નોધાઈ હતી જેમાં મુબ્બસીર હનીફ ગઠ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતાં તેને મકસુદ ઉમરજી પટેલે કહયું હતું કે, તારા પપ્પા હનીફ ગઠ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતાં હતા તેમ કહેતાં જ મુબ્બસીર ગઠે તાત્કાલીક તેના પિતા હનીફ ગઠને ફોન કરતાં તેઓ પોતાની ગાડીમાં સુફીયાન ગઠને લઈ આવી ગાડી ૧૦૦ની સ્પીડમાં લઈ આવી મકસુદ પટેલને ઉડાવી રપ ફુટ ફંગોળી તેમજ ગાડી રીવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સુત્રધાર હનીફ ગઠ તથા ગાડીમાં પાછળ સવાર સુફીયાન ગઠ તથા ટ્રેકટર ચાલક મુબ્બસીર ગઠ ત્રિપુટીએ મકસુદ પટેલને ઢોર માર મારવા લાગતા આજુબાજુના લોકોએ દોડી આવી ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા પડતાં હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતાં ઈજાગ્રસ્તને હાથ–પગમાં ફેકચર માથામાં ગંભીર ઈજા હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ આરોપીઓનું પગેરુ મેળવવાના પ્રયાસ કર્યા હતાં. તે દરમ્યાન વોન્ટેડ આરોપીઓને પકડવાના પ્રયાસ કરતાં આખરે મુબ્બસીર ગઠ અને સુફીયાન ગઠ સુરતમાંથી ઝડપાઈ ગયા પરંતુ મુખ્ય સુત્રધાર હનીફ ગઠ પોલીસ પકડથી દૂર રહેતાં હજુ ગામમાં અને ફરીયાદને ભય સતાવી રહયો હોય તેમ પોલીસ તાત્કાલીક હનીફ ગઠને ઝડપી પાડી રી–કન્ટ્રકશન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગામજનો કરી રહયા છે…

Back to top button
error: Content is protected !!