
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ, જી.ભરૂચ ખાતે કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશન, ગુજરાત રાજ્યના માર્ગદર્શન તથા (RUSA) ઘટક–11 “Faculty Improvement Scheme” ના banner હેઠળ બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
“Gurukul to Global: Indian Wisdom with NEP–2020” વિષયક આ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન તારીખ 2 અને 3 જાન્યુઆરી, 2026 ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ ખાતે કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય સેમિનારનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં નવી શિક્ષણ નીતિ–2020 (NEP–2020) ના વિચારો, દૃષ્ટિકોણ અને ભારતીય જ્ઞાન પરંપરાની પ્રચાર-પ્રસાર તથા અમલવારીને પ્રોત્સાહન આપવાનો છે.
સેમિનારમાં દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી પ્રતિષ્ઠિત વિદ્વાન અને વક્તાઓ ઉપસ્થિત રહેશે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાંથી આવનાર વિષય નિષ્ણાતો પોતાના વિચારો અને અનુભવો રજૂ કરશે.
આ રાષ્ટ્રીય સેમિનાર માટે અત્યાર સુધીમાં 125થી વધુ પ્રતિભાગીઓએ નોંધણી કરાવી છે. સેમિનાર દરમિયાન નવી શિક્ષણ નીતિ–2020ના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા થશે, જેનાથી ફેકલ્ટી સભ્યો તથા સંશોધનાર્થીઓને શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે સમૃદ્ધ અનુભવ પ્રાપ્ત થશે.
સેમિનારમાં રજૂ થનારા પસંદગીના સંશોધન લેખો ઉચ્ચ ઇમ્પેક્ટ ફેક્ટર ધરાવતા પીઅર-રીવ્યુડ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે, જે સંશોધનકારો માટે વિશેષ પ્રોત્સાહનરૂપ રહેશે.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સેમિનાર ભારતીય જ્ઞાન પરંપરા અને નવી શિક્ષણ નીતિ વચ્ચે સેતુ રચવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.



