ARAVALLIGUJARATMODASA

સાબર ડેરીના મુદ્દે કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ :પશુ પાલકોના પડખે આવ્યું કિસાન સંઘ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

સાબર ડેરીના મુદ્દે કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ :પશુ પાલકોના પડખે આવ્યું કિસાન સંઘ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મહત્વના બન્યા છે એવા સાબર ડેરી ભાવવધારા મુદ્દે હવે ભારતીય કિસાન સંઘ – અરવલ્લી મંચ પર ઉતરી આવ્યું છે. સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની ત્રણ મુખ્ય માંગણીઓ સામે રજુઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે સાબર ડેરી દ્વારા જે ભાવવધારો આપવામાં આવ્યો છે તે અપૂરતો છે. પશુપાલકોને દૂધના પૂરતા દર મળતાં નથી, જેને લઈને અવાજ ઉઠાવવો પડ્યો છે. સંગઠન દ્વારા તાત્કાલિક સંપૂર્ણ અને ન્યાયસંગત ભાવવધારો ચુકવવા સરકાર અને ડેરી સંચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત, 14 જુલાઈના રોજ ભાવવધારાની માંગ સાથે હિંમતનગર ખાતે ડેરી સુધી પહોંચેલા પશુપાલકો સામે પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયરગેસના શેલ તેમજ ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણા પશુપાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. કિસાન સંઘે આ તમામ કેસો પરત ખેંચવાની તથા પીડિત પશુપાલકોને તુરંત મુક્ત કરવાની માગ ઉઠાવી છે.સાથે જ ટીયરગેસના અસરના કારણે એક પશુપાલકના મોત થયું હોવાનો આરોપ પણ કિસાન સંઘે લગાવ્યો છે અને મૃતક પશુપાલકના પરિવારમાં ન્યાય મળે અને યોગ્ય નાણાકીય સહાય આપવામાં આવે તેવાં પણ માગણીઓ કરવામાં આવી છે.આ સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘ – અરવલ્લી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે પગલાં લેવાની માંગ સાથે સરકાર અને તંત્રને ચેતવણી આપી છે કે જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો હજી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!