GUJARATJAMBUSAR

જંબુસર તાલુકાના નાડા શ્રી રામેશ્ર્વર મહાદેવ,દેવજગન (નાડા) દર્શન નો અનેરો મહિમા

કહેવાયુ છે ‘ભારતની ભવ્ય અતિ સંસ્કૃતિ રે લોલ’ વિશ્વની કુલ ૪૮ સંસ્કૃતિઓમાં માત્ર ભારતીય સંસ્કૃતિ બચી છે. અન્ય નાશ પામી છે.આ ભારતીય સંસ્કૃતિ બચવાનું કારણ ભારતનો ઈતિહાસ છે.ઋષિમુનિઓનું લોહીનું પાણી અને હાડકાંનું ખાતર થયેલુ જોવા મળે છે.શ્રી રામેશ્વર મહાદેવજીનાં પુનિત પગલાથી પાવન થયેલી આ ઐતિહાસિક ભૂમિનો વિસ્તાર ભારતીય સંસ્કૃતિનું એક અનમોલ રત્ન સમાન છે. ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના નાડા ગામથી માત્ર ચાર કિલોમીટર અંતરે ખંભાતી અખાતના કિનારે ચારે દિશામાં દરિયાઈ હારમાળા વચ્ચે પલાઠીવાળીને બેઠેલુ એવું સંસ્કૃતિનાં મૂળ ખોળામાં આંસુ સારતુ ને પૌરાણિક રૂઢિવાદી ઝરણોથી જાએંજલાલીમાં પોતાની જાતને ઓળખાવતુ એવું રમણીય ધાર્મિક સ્થળ શ્રી રામેશ્વર મહાદેવ,દેવજગન એક પૌરાણિક મંદિર આવેલું છે.પુરાણોમાં સ્કન્ધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા આ રામેશ્વર મહાદેવના મંદિરનો અનોખો મહિમા છે.આ મંદિરનો ઈતિહાસ વર્ષો પુરાણો છે આ મંદિર ખુબ જ પૌરાણિક છે જેનો સાક્ષી એ છે કે તેનાં બાંધકામ વિશે કોઈનેય ખબર નથી કહેવા ય છે કે આ પવિત્ર દેવજગન સ્થળનું નામ પર દેવો એ ભેગા મળીને એક મહાયજ્ઞ કર્યો હતો. આથી આ ધાર્મિક સ્થળનું નામ દેવજ્રગન રાખવામાં આવ્યુ હશે આમ આવી દેવોની પવિત્ર ભૂમિ પર ઋષિમુનિઓએ પણ અહિંયા મહાયજ્ઞ કર્યો હશે એવા ઋષિમૂનિ કપિલમૂનિ એ પોતાનાં સોળ હજાર શિષ્યો સાથે અહિંયા મહાયજ્ઞ કર્યો હતો આ મહાયજ્ઞમાં એક ગાય માતાને છુટા મુકવામાં આવેલા આ ગાય માતા એ કામધેનુ હતા તે ફરતા ફરતા વાગરા તાલુકાનાં લખીગામ નજીક આવેલ પવિત્ર દેવાલય શ્રી લખાબાવા દાદાનાં મંદિર પાસે શિવાલયમાં પ્રવેશ્યા અને ગાયમાતાએ જે શિવલીંગ પર પગ મુકતાની સાથે ધરતી માતાએ આ ગાયમાતાને પોતાનાં ખોળામાં સમાવી લીધા હતા આ કામધેનુ માતાના પગની ખડી હજુ પણ મોજુદ છે જયાં ઝરમર ઝરમર પાણી વર્તે છે.અને ભાવિક ભકતો દર્શનાથે આવે ત્યારે તે પવિત્ર જળને પોતાના શિરે ચઢાવે છે.ખરેખર આ વાસ્તવિક ઘટના છે. શ્રી રામેશ્વર મહાદેવ દેવજગનનાં દેવાલયની બાજુ માં જમણી બાજુ એ એક મહાકાય વૃક્ષ છે જેનું નામ આજ દિન સુધી કોઈ આપી શકયા નથી આ મહાકાય વૃક્ષનાં થડનો આકાર શ્રી ગણેશજીના મુખ જેવો દેખાય છે એવું કહેવાય છે કે મહાકાય વૃક્ષના પાંદડા આરોગીને મા પાર્વતીજીએ મહાન તપ કર્યુ હતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ મહાકાય વૃક્ષને શ્રાવણમાસમાં જ ફૂલ આવે છે જે ફૂલનો આકાર પણ શિવલીંગ જેવો હોય છે. ફૂલ’ની મધ્યમાં શિવલીંગ હોય છે જયારે એની ઉપર વળાંક આકાર પાંખડી હોય છે અને એમાંથી જળધારીની જેમ ૨સ ટપકયા કરે છે. જે વાસ્તવિક રીતે ધયમાન છે. દેવજગનનાં આ રામેશ્વર મહાદેવના મંદિરે રાત્રિ જાગરણ કરી પ્રભુ ભજન કરવામાં આવે તો તેનું મોટું ફળ પ્રાપ્ત થાય છે. આ મંદિરમાં રાત્રિનું જાગરણ ખુબ જ મહત્વ ધરાવે છે.આવા આ પૌરાણિક દેવાલયમાં શ્રાવણ માસમાં ભારે ભીડ જામે છે. અહિયા દર શ્રાવણ માસના સોમવારે અને દર પૂનમના દિવસે નાડા ગામના તથા દૂર દૂરથી ભાવિક ભકતો દર્શનાર્થે આવે છે.આ પવિત્ર ધામે દર શ્રાવણ માસના છેલ્લા સોમવાર કે છેલ્લા દિવસે મહાયજ્ઞનું સુંદર ગામ લોકો દ્વારા કરવામાં આવે છે.આ યજ્ઞનો લાભ લેવા અર્થે દૂર દરથી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પધારે છે.ભગવાનશ્રી રામેશ્વર મહાદેવનાં દર્શનનો અનોખો લાભ મેળવે છે.શ્રાવણ માસમાં હજારો ભાવિક ભકતો હર હર મહાદેવના નાદ સાથે આ પવિત્ર ભૂમિ ગૂંજી ઉઠે છે. આ પવિત્ર દેવજગન મંદિર નાડા ગામથી માત્ર ૪ કિલોમીટરનાં અંતરે આવેલુ છે.નાડા ગામથી આ પવિત્ર મંદિરે પહોચવા માટે મેટલનો કાચો રસ્તો બનાવવામાં આવેલ છે.આવા કાચા રસ્તાના કારણે શ્રાવણ માસમાં ભાવિક ભકતોને કાદવ કીચડમાં પગપાળા જવુ પડે છે.આથી આ કાચો રસ્તો જો તંત્ર દ્વારા પાકો ડામરનો બનાવવામાં આવે તો આ પવિત્ર દેવાલયના વિકાસમાં ચાર ચાંદ લાગી જાય તેમ છે,ભકતો જનોને પણ દેવાલય સુધી જવાનું સરળ પડી જાય તેમ છે. આ કાચો રસ્તો મંદિરનાં વિકાસમાં આડે આવે છે તેમ તમામ ભકતોનું માનવુ છે.આમ નાડાથી દેવજગન સુધી પાકો રસ્તો વહેલામાં વહેલી ટકે બનાવવામાં આવે તો આ ધાર્મિક સ્થળ દેવજગન ભરૂચ જિલ્લામાં એક પ્રવાસનું સ્થળ બની શકે તેમ છે એમ સમગ્ર ભાવિક ભકતોની ખેવના છે. દેવજગનનાં રામેશ્વર મહાદેવનો ઉલ્લેખ ભગવાનશ્રી રામચંદ્રજી સાથે જોડાયેલો છે.ભગવાનશ્રી રામચંદ્રજી એ પોતાનાં વનવાસ કાળ દરમિયાન અહિં આવીને જે શિવલીંગની સ્થાપના કરવામાં આવી અને પૂજન કરવામાં આવેલ તે જ આ શ્રી રામેશ્વર મહાદેવ,દેવજગન.


રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!