Navsari: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
કુલ ૬૪૧ વિદ્યાર્થી/વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે, ૫૩ મેડલ એનાયત કરાશે
આગામી તા. ૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવારના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા હેઠળ દિક્ષાન્ત મંડપ (યુનિવર્સિટી ભવનની બાજુમાં) નવસારી ખાતે યોજાશે. આ સમારંભના અતિથિ વિશેષ તરીકે રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહેશે. જયારે ડો. અભયકુમાર વ્યાસ, કુલપતિશ્રી, કૃષિ યુનિવર્સિટી, કોટા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે.
<span;>આ પદવીદાન સમારંભ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર છે. આ પદવીદાન સમારંભમાં રસ્નાતક કક્ષાના ૪૧૫, અનુસ્નાતક કક્ષાના ૧૭૨ અને પીએચ.ડી. કક્ષાના ૫૪ મળીને કુલ ૬૪૧ વિદ્યાર્થી/વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારંભ દરમ્યાન યુનિવર્સિટી દ્વારા “બેસ્ટ ટીચર એવોર્ડ”, “બેસ્ટ રીસર્ચર એવોર્ડ’,”બેસ્ટ એક્ષટેન્શન સાયન્ટીસ્ટ એવોર્ડ” શ્રેષ્ઠ ખેડૂત (પૂરૂષ) એવોર્ડ અને શ્રેષ્ઠ ખેડૂત (મહિલા) એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.
પદવીદાન સમારંભ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના ૩૨ અને અનુસ્નાતક કક્ષાના ૨૧ વિદ્યાર્થી અને વિધાર્થિનીઓને કુલ ૫૩ મેડલ એનાયત કરવામાં આવશે.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતની સંસ્કારી અને શિક્ષિત નગરી નવસારીમાં કાર્યરત નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ, બાગાયત, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી, કૃષિ ઈજનેરી તેમજ એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ વિષયક કુલ ૮ વિધાશાખામાં શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, ઉપરાંત આ વિધાશાખાઓમાં સંશોધન તથા વિસ્તરણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.



