ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આયુષ્માન ભવ:આયુષ્માન હેલ્થ મેળાનું આયોજન CHC ખાતે કરાયું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સીએચસી ખાતે આયુષ્માન હેલ્થ મેળાનું આયોજન કરાયું હતું આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્યની સેવાઓ મજબૂત કરવા અને રોગ નિવારણ તાત્કાલિક થાય તે માટે સરકાર સક્રિય છે જેના ભાગરૂપે યોજાયેલા આયુષ્માન હેલ્થ મેળા પૈકી આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા CHC ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયત ના પ્રમુખ મહેન્દ્ર સિંહ વાસદીયા ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં જનરલ હોસ્પિટલ ભરૂચ મેડિકલ કોલેજ ના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમલ્લા તેમજ આજુ બાજુ ની જનતા એ લાભ લીધો હતો.જેમાં ઉમલ્લા તેમજ વાઘપુરાના સરપંચ તેમજ રસ્મિકાંત પંડ્યા તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવ પટેલ . તેમજ અગ્રણી સુભાષ દેસાઈ .ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી