BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રાજપારડી પંથકના ગામોએ વીજ ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રાજપારડી પંથકના ગામોએ વીજ ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

 

૫૦૦ વીજ જોડાણો ચેક કરાતા ૪૨ જેટલા જોડાણોમાં ગેર રીતિઓ જણાતા રુપિયા ૪૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા પંથકના ગામોમાં આજે બહારથી આવેલી વીજ ટીમોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરતા વીજચોરો ઉંઘતા ઝડપાયા જેવો ઘાટ થયો હતો. રાજપારડી ઉમલ્લા પંથકના વિવિધ ગામોએ ૪૨ વીજ જોડાણોમાંથી રૂપિયા ૪૬ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. વધુમાં મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા પંથકના ગામોએ હાથ ધરાયેલ વીજ ચેકિંગ દરમિયાન ૪૨ વીજ જોડાણોમાં ગેર રીતિઓ જોવા મળતા રૂપિયા ૪૬ લાખ રૂપિયા જેટલી માતબર રકમની વીજચોરી ઝડપાઇ હતી. વધુમાં મળતી વિગતો મુજબ આજે વહેલી સવારથી જ ઉમલ્લા,પાણેથા, ઇન્દોર, મોટા વાસણા,રાજપારડી, દુ:વાઘપુરા, નાના વાસણા, સારસા, રાયસીંગપુરા, અશા વિગેરે ગામોમાં વીજ કંપનીની ૨૬ ટીમોએ ૩૫ વાહનો અને ૧૦૨ કર્મચારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ૫૦૦ થી વધુ વીજ જોડાણો તપાસવામાં આવતા ૪૨ વીજ જોડાણોમાં ગેર રીતિઓ જણાઈ હતી. અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતા ઝડપાયેલા વીજ ગ્રાહકોને ૪૬ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરી કરનાર ગ્રાહકોના લંગરીયા, શંકાસ્પદ જણાતા મીટરો, કેબલોનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજળીની ચોરી કરતા પકડાયેલા ઇસમોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છેકે અગાઉ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું જેમાં લાખો રૂપિયાની વિજચોરી ઝડપાઈ હતી, ત્યારબાદ હાલ ઝઘડિયા તાલુકામાં પણ મોટા પાયે વીજચોરી ઝડપાઈ હતી. વીજ ટીમો દ્વારા આકસ્મિક હાથ ધરાયેલ વીજ ચેકિંગને પગલે વીજ ચોરી સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાયો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!