વાલીયા તાલુકાના વિઠ્ઠલગામે જય આદિવાસી સેના બીન રાજ્કીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તા.9/08/2025 અને શનિવારના રોજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના વિઠ્ઠલગામે જય આદિવાસી સેના બીન રાજ્કીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી જય આદિવાસી સેનાના આદિવાસી સૈનિકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પ્રકૃતિનુ પૂજન કરવામાં આવ્યું અને ધરતી વંદના કરવામાં આવી અને 9 ઓગષ્ટ જય આદિવાસી સેનાનો સ્થાપન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ તરીકે વસાવા મહેશભાઈ સોમાભાઈને સર્વ આદિવાસી સૈનિકોની સંમતિથી જાહેર કરવામાં આવ્યા.આદિવાસી પરંપરાગત પહેરવેશમાં સૌ જોવા મળ્યા અને ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા વિઠ્ઠલ ગામથી રેલી ઉમરગામ અને ત્યાંથી સોડગામ પહોંચી અને રાજગઢ સૌ આદિવાસી લોકોનો આભાર વ્યક્ત કરી રેલીનું શાંતિ પૂર્વક સમાપન થયું.



