AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોનાં મોત, એક જ વ્યક્તિનો ચમત્કારી બચાવ : પોલીસ કમિશનર

અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે આજે 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો છે. અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફની માત્ર ગણતરીની મિનિટોમાં હવામાં અગનગોળો બનીને સીધું ધરતી પર તૂટી પડયું. આની સાથે પ્લેનમાં સવાર પાયલોટ, ક્રૂ મેમ્બર્સ સહિત 241 પ્રવાસીઓ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હતા. પરંતુ પોલીસ કમિશનરના નિવેદન અનુસાર આ વિમાનમાં સવાર એક વ્યકિતનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે. તમામ મુસાફરોનાં મૃત્યુની આશંકા વચ્ચે 11A નંબરની સીટ પરનો મુસાફર જીવિત હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં તમામ યાત્રિકોનાં મોત થયા છે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યકિત જીવતો સામે આવ્યો છે. જો કે, તેની હાલત ગંભીર છે. તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Back to top button
error: Content is protected !!