પટેલ બ્રિજેશકુમાર
તા.૦૫/૦૬/૨૦૨૪
નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.એ.એન. સીંગના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સી.એચ.સી સુપ્રિટેન્ડેન્ટ ડૉ.શિલ્પા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




