BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પૂરક પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી

જિલ્લામાં ધો. ૧૦ના ૨૭૨૯, ધો. ૧૨ સા.પ્ર.ના ૨૦૪૯ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૧૦૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભરૂચ- મંગળવાર- ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૪ થી જૂન ૨૦૨૪ થી ૦૩ જુલાઈ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પૂરક પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ૨૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૨૭૨૯ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ ૨૦૪૯ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૦૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ આપવાના છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ અને વિવિધ રચનાત્મક સૂચનાઓ આપ્યા હતા. સ્થળ સંચાલકોને પરીક્ષા દરમ્યાન કરવાની કામગીરી તેમજ સુચારૂ આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુકત ઉપક્રમે શરૂ કરવામાં કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર ૦૨૬૪૨-૨૪૦૪૨૪ વિશે માહિતી આપી હતી.

બેઠકમાં શિક્ષણાધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાનાં આચાર્ય અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!