
તાજેતરમાં રાજકોટ ખાતે એક મહિલા દ્વારા બેદરકારી પૂર્વક અને ઓવર સ્પીડમાં શહેરના જાહેર માર્ગ પર વાહન અકસ્માત સર્જ્યો હતો જેમાં બે નિર્દોષ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ રઘુવંશી સમાજની 15 વર્ષની દીકરી ધ્રુવી દેવાંગભાઈ કોટેચા સારવાર દરમિયાન દુઃખદ અવસાન પામી છે આ ઘટના સમગ્ર રઘુવંશી સમાજ માટે અત્યંત પીડાદાયક હોય આવી બેદરકારીના ગંભીર બનાવમાં નિર્દોષ 15 વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તે સમાજ માટે ચિંતાજનક બાબત છે આ સંજોગોમાં પોલીસ તંત્ર દ્વારા કેસમાં કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, આરોપી સામે તમામ સંબંધીત કાયદાકીય ધારા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈપણ ઢીલાશ ન રાખવામાં આવે, ન્યાય માટે જરૂરી દેખરેખ, માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા રાખી નિર્દોષ દીકરીને ન્યાય મળે તેવી માગણી કેશોદ લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, લોહાણા ક્રાંતિ સેના, જલારામ મંદિર, અખિલ ભારતીય રઘુવીર સેના, રઘુવીર સેના મહીલા પાંખ,રઘુવંશી સોશિયલ ગ્રુપ, લોહાણા મહા પરિષદ દ્વારા કરવામાં આવી છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





