ઝઘડિયા ખાતે આવેલી જી.આઇ.ડી.સી. માં શ્રમિક પરિવારની દસ વર્ષની માસુમ દિકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાન ને ફાંસી આપવા ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાના કલેકટર ને કરી રજુઆત..
સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયા જિલ્લા ભરૂચ ખાતે આવેલી જી.આઇ.ડી.સી. માં શ્રમિક પરિવારની દસ વર્ષની માસુમ દિકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાન ને ફાંસી સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાના દ્વારા ભરૂચ કલેકટર ને કરાય રજુઆત જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી.આઇ.ડી.સી માં રહેતા શ્રમિક ગરીબ પરિવારની દસ વર્ષની માસુમ દિકરી પર ગંભીરપ્રકારનું દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળીયો નાખી નીચ પ્રકારનું હેવાનિયત ભર્યું અતિ નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાનને તુરત જ ફાંસી આપવામાં આવે સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધાઓ આપી શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે તેમજ ગુજરાત રાજ્યમાં અવારનવાર આવા કૃત્ય થઈ રહ્યા છે ત્યારે આવા નરાધમોને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.