ARAVALLIGUJARATMODASA

ભાવફેર અપડેટ : લાખો પશુ પાલકોની નિરાશા, સાબર ડેરી ધ્વારા ઓછો ભાવ ફેર ચૂકવ્યો હોવાની માહિતી : સાબરડેરીના વહીવટ કર્તાઓ દૂધ પી ગયા કે શું..? -પશુપાલક 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભાવફેર અપડેટ : લાખો પશુ પાલકોની નિરાશા, સાબર ડેરી ધ્વારા ઓછો ભાવ ફેર ચૂકવ્યો હોવાની માહિતી : સાબરડેરીના વહીવટ કર્તાઓ દૂધ પી ગયા કે શું..? -પશુપાલક

 

હાલ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો ની આશા માત્ર દૂધના ભાવફેર માં જ રહેલી હોય છે અને લાખો પશુ પાલકો પોતાના વ્યવસાય સાથે આગળ વધી શ્વેતક્રાંતિ તરફ જઈ રહ્યા છે અને દૂધનું ઉત્પાદન પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે પરંતુ કેટલાકા વહીવટીદારો ની મિલી ભગત ને લઇ અનેક ચર્ચાઓ જામી છે જેમાં વાત છે લાખો પશુ પાલકોની જીવાદોરી એવી સાબરડેરીની

અરવલ્લી સાબરકાંઠા ના લાખો પશુ પાલકો દરવર્ષે એ લાખો રૂપિયાનું દૂધ નફાની દ્રષ્ટિએ પોતાની ડેરીમાં ભરાવતા હોય છે જે દૂધ સાબરડેરીમાં જતું હોય છે અને સાબર ડેરીને પણ દૂધની સારી એવી આવક થતી હોય છે,જેમા હાલ સાબરડેરી સામે પશુપાલકોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. જેનું કારણ છે સાબરડેરી ધ્વારા ચૂકવાતા ભાવફેર ની સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ ગત વર્ષનો ભાવફેર ચાર મહિના પછી ચૂકવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.જેમાં કેટલીક ડેરીના સમ્પર્ક કરતા જાણવા મળ્યું હતું કે ગત ભાવફેર કરતા આ વર્ષે ઓછો ભાવફેર ચૂકવ્યો હોવાની માહિતી સામે આવી છે જેને લઇ પશુપાલકોમાં ચર્ચાઓ જામી છે. સાબરડેરીના વહીવટ પર હાલ અનેક સવાલો પશુપાલકો કરી રહ્યા છે. સાબરડેરીમાં દર વર્ષ એ દૂધમાં પણ વધારો થતો હોય છે છતાં આ સાલે કેમ આવું..? ત્યારે હાલ તો સાબરડેરી સામે અનેક ચર્ચાઓ જામી છે. અને પશુપાલકો ને આ સાલે લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે આગામી સમયે મંડળીમાં દૂધ આપવાનું બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે.ને સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે વધુમાં ભાવફેર બાબતે પુછ પરછ માટે સાબરડેરી ના ચેરમેન ને ટેલિફોન સંપર્ક કર્યો હતો પરંતુ ફોન ઉપાડવાનું ટાર્યું હતું.

Back to top button
error: Content is protected !!