ARAVALLIMODASA

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળની પોષણ કીટના લાભાર્થીઓ પાસે આંગણવાડી કર્મીએ રૂ.20-30 લીધા..?? તંત્ર સામે સવાલો ઉઠતા તપાસ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળની પોષણ કીટના લાભાર્થીઓ પાસે આંગણવાડી કર્મીએ રૂ.20-30 લીધા..?? તંત્ર સામે સવાલો ઉઠતા તપાસ

અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના માં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે એ જગ જાહેર છે. અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે,વાત છે ધનસુરાના વડાગામની એક આંગણવાડીની, આંગણવાડી કર્મચારી દ્વારા, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર મારફતે પ્રતિ માસ ૨ કિલો ચણા,૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે.જેનાથી માતાના ગર્ભમાં રહેલા બાળકને પોષણ મળતા માતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.પરંતુ લાભાર્થી પાસે મફત યોજનાની કીટ ના રૂ.20-30 લેવામાં આવતા હોવાના આક્ષેપો સાથે,જાગૃત લાભાર્થીઓ એ સંબધિત વિભાગમાં ફરિયાદી કરતા,અધિકારીઓ એ નિવેદન લેવાની સાથે તપાસ શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે,લાભાર્થી ઓને સળેલું અનાજ આપવામાં આવે છે એ લાભાર્થીઓ ને દેખાય છે,પણ તંત્રના અધિકારીઓ કે કર્મચારી ને દેખાતું નથી મામલો જ્યારે સામે આવે છે પછી તપાસના નામે મામલાને દબાવી દેવામાં આવે છે. સરકારની યોજનામાં લાલીયાવાડીના આક્ષેપ ઉઠે એટલે તંત્ર એની શાખ બચાવવા પ્રયાસ કરે છે.પણ આવી બાબતોમાં જવાબદાર અધિકરીઓ જવાબદારી પૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરે તો અન્ય કર્મચારીઓ પણ સચેત રહે, બાકી પેલી કહેવત છે કે ને પોતાની માં ને ડાકણ કોણ કહે

Back to top button
error: Content is protected !!