BANASKANTHAGUJARATPALANPUR

ગવરા પ્રા.શાળામાં ભાવદર્શન સન્માન સમારોહ યોજાયો.

9 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

આજ રોજ અમારી ગવરા પ્રાથમિક શાળાના આચાર્ય બેનશ્રી સેજલબેનની બદલી થતાં શાળામાં ભાવ દર્શન સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો.જેમાં કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અમીરગઢ તાલુકાના મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાનમાં વિરમપુર સેન્ટરના આચાર્ય સાહેબ શ્રી કુલદીપભાઈ ભાટિયા તથા કાનપુરા સેન્ટરના આચાર્ય બેનશ્રી મીનાક્ષીબેન, પેડચોલી આચાર્ય પોપટલાલ,લીંડીપાદર આચાર્ય ગિરીશભાઈ કાપડિયા તેમજ પેટા શાળા ટાઢોડી, ગોળીયા, ચીકણવાસ ,હડમાના અને કાદરપુરા પ્રા શાળાના આચાર્ય સાહેબશ્રીઓ અને શિક્ષક મિત્રો તેમજ બાજુના સેન્ટર કાનપુરા માંથી રાજુભાઈ, સરલાબેન તેમજ ખાપરા પ્રાથમિક શાળાનો પરિવાર , પેડચોલી શાળામાંથી કમલેશભાઈ, જોડાવાસ શાળા માંથી જગદીશભાઈ ,નીચલાઘોડા માંથી નરેશભાઈ અને વિરમપુરમાંથી ડોક્ટર ગૌતમભાઈ તેમજ ગવરા પ્રા.શાળાના માજી શિક્ષકો સતિષભાઈ, ઉમેશભાઈ દિપેશભાઈ અને દિનેશભાઈ તેમજ ગવરાના SMC સભ્યો અને ડેરીના મંત્રી શ્રી બાબુભાઈ ધ્રાંગી તથા ગવરા ગામના ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સેજલબેન સોની ગવરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે 6 વર્ષ 10 માસ અને 17 દિવસની સેવા આપી તેમની કર્મનિષ્ઠ ભાવના,સક્રિયતા,નિયમિતતા,
ચોકસાઈ, દરેક કામમાં ઉત્સાહ, નવીનતમ બાબતો અને સમય પાલન તેમજ શાળાના વહીવટમાં પારંગતતા એ એમની ઉજળી બાબતો હતી તેમજ ભાવ સન્માન સમારોહમાં ભોજનના દાતા પણ પોતે જ બન્યા હતા અને ગવરા પ્રાથમિક શાળાના નવા આચાર્ય શ્રી નવનીતભાઈ પટેલ તેમજ શાળા પરિવારમાંથી કમલેશભાઈ, નરેશભાઈ,પિન્કીબેન અને મયુરિકાબેને આવકાર સ્વાગતમમાં તથા વિપુલભાઈ,નીતિનભાઈ અબ્બાસભાઈ એ બેઠક વ્યવસ્થાની જવાબદારી અને પ્રકાશભાઈ, ધર્માભાઈએ જમણવારની જવાબદારી નિભાવી હતી.શાળા પરિવારે સાથે મળીને ખૂબ જ ઉત્સાહ અને હોશભેર થી આ કાર્યક્રમને દિપાવ્યો હતો અને આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ દિનેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!