આણંદ પોલીસે મુંબઈના બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 18.94 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

આણંદ પોલીસે મુંબઈના બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 18.94 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
તાહિર મેમણ – આણંદ – 18/08/2025 – આણંદ રેલવે પોલીસે ભગત કી કોઠી એક્સપ્રેસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મુંબઈના બે શખ્સોની ધરપકડ કરી રૂપિયા 18.94 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરત નિવાસી રાખી મહેશ્વરી 13 જુલાઈના રોજ જોધપુરથી સુરત જવા ભગત કી કોઠી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રે ઊંઘ દરમિયાન તેમની પીઠુ બેગની ચોરી થઈ ગઈ હતી. બેગમાં 9તોલા સોનાનો હાર (રૂ. 8.28 લાખ), 3 તોલા સોનાના ઝુમખા (રૂ. 2.76 લાખ), 8 તોલા સોનાના પોંચા (રૂ. 7.36 લાખ), સોનાની બુટ્ટી (રૂ. 46,000) અને ચાંદીની પાયલ (રૂ. 8,000) હતા.
આણંદ રેલવે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. ટેકનિકલ અને માનવીય સ્રોતોની મદદથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓની ઓળખ મહંમદઅલી નાગૌરી (થાણે, મુંબઈ) અને મહંમદદાનીસ ચૌહાણ (મુંબઈ ઈસ્ટ) તરીકે થઈ છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે અને ચોરાયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.




