BHAVNAGARVALLABHIPUR

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ૨૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિકાસ કામોની સુવિધાલક્ષી ભેટ
——
માહિતી બ્યુરો, ભાવનગર

સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત ૨૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ ૨૦ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતેથી કર્યું હતું.

આ તકે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણી કુમાર, આગેવાનશ્રી દિગ્વિજય સિંહ, શ્રી નામદેવસિંહ , શ્રી દિનેશભાઈ દિયોરા , નગરપાલિકા પ્રમુખશ્રી વિજયસિંહ , શ્રી દિલીપભાઈ શેટા , આરોગ્ય ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી , શ્રી પદુભા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!