BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

૧૨ વર્ષની બાળકી ઉપર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ભાવનગર: પાલિતાણા પંથકની ૧૨ વર્ષની બાળકી સાથે સોનગઢ રોડ પર રેલવે ફાટક પાસે ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યાં અંગેની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પાલિતાણા પંથકની એક ૧૨ વર્ષ ૯ માસ ૩૦ દિવસની ઉંમરની બાળકીને ગત તા.૨૯-૧૨ના મોડી રાત્રિના જયપાલ સિંધી નામનો શખ્સ કાયદેસરના વાલીપણામાંથી પોતાની બાઈક પર બેસાડીને પાલિતાણાના સોનગઢ રોડ રેલવે ફાટક પાસે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે જયપાલ તથા અજાણ્યા બે શખ્સો દ્વારા બાળકીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે બાળકીની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જયપાલ સિંધી તથા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પાલિતાણા ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રોએ વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, બાળકી પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને આરોપી જયપાલ અવારનવાર તેના ઘર પાસેથી પસાર થતો હોય અને બાળકીને ભાગ લઈ દેતો અને પૈસા વાપરવા આપતો અને ક્યારેક સ્કુલેથી બાળકી છૂટે ત્યારે બાઈકમાં મુકી જતો અને આવી રીતે બાળકીનો વિશ્વાસ કેળવી પરિચયમાં આવ્યો હતો, ત્યારે દુષ્કર્મના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!