BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, ભાવનગર

સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શ્રી મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સદસ્યશ્રી પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ.પ્રકાશભાઈ રાઠોડ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી આઇ.એસ.ટાંક તથા પી.આઇ. શ્રી કે.એસ.પટેલ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી દીપકભાઈ તથા મીનાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!