BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

સમરસ હોસ્ટેલ ભાવનગરમાં ભોજનમાં પ્લાસ્ટિક મળતા વિવાદ

ભાવનગરના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે પીરસવામાં આવેલા ભોજનમાં પ્લાસ્ટિકનો કચરો મળતા વિવાદ ઉભો થયો છે. ગઈ કાલે રાત્રે તેમજ આજે સવારે આપવામાં આવેલા જમણમાં પ્લાસ્ટિકના ટુકડા નીકળતાં વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.

આ મામલે વિદ્યાર્થીઓએ તાત્કાલિક યુવક કોંગ્રેસના આગેવાન ગિરિરાજસિંહ વાળા તેમજ એન.એસ.યુ.આઈ.ના અભિજીતસિંહ ચુડાસમા તેમજ હાદી નકવી ને જાણ કરી હતી. માહિતી મળતા જ યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ના આગેવાનો તાત્કાલિક સમરસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા.

આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તરત જ ફરીથી સ્વચ્છ ભોજન બનાવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ મેસ સંચાલિત કરતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની અને તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આવી બેદરકારી તેમની તંદુરસ્તી માટે જોખમરૂપ બની શકે છે, જેથી જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!