
જયા સુધી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો નરેન્દ્ર ત્રિવેદી ની બદલી નહીં થાય ત્યા સુધી શિક્ષણ બંધ રહેશે
પાલીતાણા તાલુકાના વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં ગ્રામજનો દ્વારા શાળા તાળાબંધી કરવામાં આવી હતી અને શિક્ષક નરેન્દ્ર ત્રિવેદીની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથો સાથ શાળામાં શિક્ષકોની ઘટ છે તે પણ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેમાં શિક્ષક પર વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો સાથે વર્તુણક સારી ન હોય તેમજ તેમના ત્રાસથી અહીં કોઈ શિક્ષકો પણ શાળામાં ટકતા ન હોષ એવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમની બદલી
કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જ્યાં સુધી બદલી સહિત તેમની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામમાં શિક્ષણ કાર્ય બંધ રાખી તાળાબંધી કરવામાં આવશે અને
સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક સૈક્ષિક સંઘના પ્રમુખ સહિત વાળુકડ પહોંચ્યા હતા અને વિવિધ વાલીઓ
અને વિદ્યાર્થીઓને સાંભળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બદલી સહિત ની માંગ અંગે એક વર્ષથી આ મુદ્દો ચાલી રહ્યો હોવાનું પણ ગ્રામજનો એ જણાવ્યું હતું અને ગ્રામજનો દ્વારા જિલ્લા
તેમજ તાલુકામાં પણ રજૂઆતો કરવામાં આવી છે.
પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોપાલભાઈ અઘેરા ને તાળાબંધી અંગે પૂછતા તેઓએ જણાવેલ કે ઘટના અંગે માહિતી મળતા અમો રૂબરૂ શાળાએ જઈ તપાસ કરેલ હતી અને ગ્રામજનોની રજૂઆત તેમજ વિદ્યાર્થીઓની પાસેથી પણ માહિતી લીધેલ હતી. જે અંગેનો રિપોર્ટ અમોએ અમારા ઉપરી અધિકારીઓને મોકલી આપેલ છે. શાળામાં ૧૩ શિક્ષકોનું સેટઅપ છે જ્યારે ૯ શિક્ષકો હાજર છે અને ૪ શિક્ષકોની ઘટ છે.
રિપોર્ટ જીશાન ખુંટ





