
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા – દહેગામડા જૂથ કેન્દ્ર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી – ગામની દીકરીનું કરવામાં આવ્યું સન્માન
ભિલોડા તાલુકાના દહેગામડા જૂથ કેન્દ્ર પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાંથી સૌથી વધુ ભણેલ દીકરી વિશાખાબેન મહેન્દ્રભાઈ પંચાલના કરકમળે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, જે સમગ્ર ગામ માટે ગૌરવનો વિષય બન્યો હતો.કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ભરતભાઈ ડામોર, ડેપ્યુટી સરપંચ કરણસિંહ જાડેજા, ઠાકોર દિલીપસિંહ જાડેજા, ભીખુશી જાડેજા, કિશોરભાઈ પંચાલ તેમજ શાળાના શિક્ષક ગણ પ્રવિણસિંહ અને સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત ગામના વડીલો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય અને ભાષણ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ ઉત્સાહભેર વધાવ્યા હતા. ધ્વજ લહેરાવનાર વિશાખાબેનનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.એકંદરે દહેગામડા પ્રાથમિક શાળામાં યોજાયેલો 77મા પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયક રહ્યો હતો.





