ARAVALLIBHILODAGUJARATMODASA

ભીલોડા : કુંડોલ –  કાગડા મહુડા હાઈસ્કૂલમાં ગરમ સાલનું વિતરણ કરવામાં આવ્યું

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

ભીલોડા : કુંડોલ –  કાગડા મહુડા હાઈસ્કૂલમાં ગરમ સાલનું વિતરણ કરવામાં આવ્યું

oplus_0

અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા માં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓને શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા ઘર ટ્રસ્ટ અમદાવાદ અને શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓ શિયાળાની ઋતુમાં ગરમ સાલ ઓઢી સારો વિદ્યા અભ્યાસ કરી શકે તેમજ ઠંડીથી રક્ષણ મેળવી શકે તે ઉદ્દેશ સાથે ગરમ સાલનું દાન આપવામાં આવ્યું,શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના બાળકો માટે ગરમ વસ્ત્રનું દાન આપવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, શાળા પરિવાર ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!