
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : ભાભી સાથેના પ્રેમ સબંધની અદાવતમાં યુવકની કરપીણ હત્યા : પ્રેમ સંબન્ધોમાં ખેલાયો ખૂની ખેલ
અરવલ્લી જિલ્લામાં પ્રેમ સબંધમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે,ઘટના છે ભિલોડા તાલુકાના ટોરડા નજીક આવેલ જેતપુત ગામની,ફરિયાદી ના દીકરા સંજયભાઇ લક્ષ્મણભાઇ ગામેતીને આરોપી આશિષ શાંતિલાલ ગામેતીના,ભાભી સાથેના પ્રેમ સબંધની અદાવત રાખી,આરોપીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી,યુવકના માથાના અને શ૨ીરે ગંભી૨ ઇજાઓ ક૨ી,હત્યા કરનાર આરોપી વિરુદ્ધ,ફરિયાદી લક્ષ્મણ ભાઈ દેવજીભાઈ ગામેતીએ,ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા,પોલીસે મૃતક યુવકના મૃતદેહ નું પીએમ કરાવી,હત્યારા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું,આસિસ્ટન પોલીસ અધીક્ષક સંજય કુમાર કેશવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું.




