અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ભિલોડા: પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગના આગેવાનોએ UCCમાં ના સમાવવા સહિત 7 માંગણી ને લઈ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
આદિવાસી સમાજના તથા ભિલોડા તાલુકાના પ્રશ્નોને વાચા આપવા અને ઉકેલ લાવવા હેતુ પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગના આગેવાનો એ નીચેની 7 માંગણી ને લઇ ભિલોડા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
(1) યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) મા આદિવાસી સમાજ નો સમાવેશ ન કરવા બાબત.(2) શામળાજી થી વડનગર જતા ભિલોડા ખાતે બાયપાસ રોડ ન બનાવવા બાબતે… અસર ગ્રસતો અને આદિવાસી સમાજ ના સંગઠનો એ અવાર નવાર રજૂઆત કરી છે.(૩) સાથે કુંડોલ પાલ મસોતા નાની ઝાંઝરી ખાતે પણ અગાઉ ખાન ખનીજ ધ્વરા સર્વે કરવા મા આવ્યું હતું.(4) શામળાજી મંદિર ની ફરતે પણ.. આદિવાસી સમાજ ના લોકો ની જમીન લઇ લેવા મા આવી. કાચા પાકા મકાનો પણ તોડી પાડવા મા આવ્યા… વળતર પણ ના આપવા મા આવ્યું આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે જળ જંગલ જમીન નું જતન કરનાર છે(5) આદિવાસી વિદ્યાર્થી ઓ ને મેનેજમેન્ટ કોટા ની પોસ્ટ મેટ્રિક શિષ્ય વૃત્તિ પણ બંધ કરવા મા આવી.(6) બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી મા ST, SC, OBC ની ભરતીમાં પણ અન્નાય કરવા મા આવ્યો આમ આદિવાસી સમાજ પ્રત્યે અવારનવાર અન્નાય કરવા મા આવે છે.(7) ભિલોડા શહેર મા ટ્રાફિક ની પણ સમસ્યા છે વહીવટીતંત્ર ને અવારનવાર રજૂઆત કરી છે. છતાં કોઇ પરિણામ મળતું નથી.(8) ખાસ કરી ને ભિલોડા શહેર મા ધંધાર્થે ગરીબ વર્ગ ના લોકો લારી કાયા ગલ્લાઓ સાથે શાકભાજી ફૂટસ અને કટલરી જેવા વિવિધ વ્યવસાય કરે છે તો કાયમી ધોરણે. તળાવ ની ફરતે જગ્યા આપવામાં આવે તો ગ્રામ પંચાયત ને પણ આવક થાય અને ટ્રાફિક સમસ્યા પણ ઉકેલાય.. માટે તમામ માંગણીનો અસરકારક ન્યાય મળે તે હેતુ થી ભિલોડા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું