
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકાની મહિલા દહેજના કુરિવાજનો ભોગ – શિક્ષક પતિ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ
અરવલ્લી : ભિલોડા તાલુકાના મોટાકંથારીયા ગામના શિક્ષક આશિષકુમાર વિશ્રામભાઈ પાંડોર સાથે લગ્ન કરીને આવેલ મેઘરજ તાલુકાના જાલમપુર ગામની દીકરી દહેજના કુરિવાજનો ભોગ બની હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.લગ્ન બાદ ટૂંકા ગાળામાં જ સાસરિયાઓએ મહિલાથી પાંચ લાખ રૂપિયાની દહેજ રકમની માંગણી કરી હતી. આ માંગણી ન પૂરી થતાં મહિલાને વારંવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, પતિના કંકાસ વચ્ચે માસિક ધર્મ દરમિયાન પણ ખાવાનું આપવાનું સાસરિયાઓએ યોગ્ય ન ગણ્યું હતું, જેના કારણે મહિલાએ ત્રાસ સહન ન કરી શકતાં કાયદાનો સહારો લીધો હતો.
પીડિતાએ કરેલી ફરિયાદને અરવલ્લી પોલીસના મદદનીશ અધિકારીએ મંજુરી આપતાં, મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે BNS કલમ 85, 115(2), 352, 351(2), 54 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 હેઠળ ગુનો દાખલ કરી ચાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદમાં નામદાર આરોપીઓ:
1. આશિષકુમાર વિશ્રામભાઈ પાંડોર
2. વિશ્રામભાઈ મરતાભાઈ પાંડોર
3. શારદાબેન વિશ્રામભાઈ પાંડોર
(રહે કમઠાડિયા તા. ભિલોડા, મૂળ રહે મોટાકંથારીયા પાંડોરફળીયા)
4. હંસાબેન વિશ્રામભાઈ વા. ઓ. અરવિંદભાઈ બરંડા(રહે વાંકાટીંબા તા. ભિલોડા)
મહિલાને દહેજ માટે ત્રાસ આપનાર આરોપીઓ સામે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.





