ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વુમન ફોર ટ્રી અને ‘માય થેલી ઈવેન્ટ’ કાર્યક્રમ યોજાયો
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનથી પ્રેરિત ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી અન્વયે પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ માટે ‘વુમન ફોર ટ્રી’ અને ‘માય થેલી ઈવેન્ટ’ બે અનોખા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડવાનો છે જેથી પર્યાવરણ પ્રત્યે સામુહિક જવાબદારીની ભાવના કેળવી શકાય આ કાર્યક્રમમાં નગરપાલિકાના સુધરાઈ સભ્યના હસ્તે ઉદઘાટન થયા બાદ કાર્યક્રમમાં જોડાનાર સખી મંડળની બહેનોને વર્કઓર્ડર આપવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં ‘માય થેલી ઈવેન્ટ’ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ પગલું છે સખી મંડળની બહેનો દ્વારા તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી દર ગુરૂવારે અને શુક્રવારે શહેરના નાગરિકોને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવી આપવામાં આવશે આ કાર્ય માટે સખી મંડળની બહેનોને સરકાર તરફથી મહેનતાણું પણ આપવામાં આવશે જેના વર્કઓર્ડર સુધરાઈ સભ્યના હસ્તે બહેનોને અર્પણ કરવામાં આવ્યા હતા આ પહેલથી પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થશે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાશે આ કાર્યક્રમમાં સુધરાઈ સભ્યઓ અને નગરપાલિકા સ્ટાફ તથા સખી મંડળનાં બહેનો દ્વારા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અમૃત ૨.૦ ટીમ, એનયુએલએમ ટીમ અને નગરપાલિકાના કર્મચારીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો નગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ માટે લીધેલા આ પગલાં પ્રશંસનીય છે અને તે શહેરના નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાદાયક બનશે.