
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડા : પ્રેમપ્રકરણ ના લીધે યુવાનની હત્યા | ભિલોડામાં એકતરફી પ્રેમે લીધો જીવ | તિક્ષણ હથિયાર વડે ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં હૃદયવિદારક પ્રેમપ્રકરણના પગલે ખૂનની ગંભીર ઘટના સામે આવી છે. બનાવના અનુસંધાનમાં જાણવા મળ્યું છે કે ટાકાટૂંકા ગામના યુવક નિસર્ગ પટેલને અગાઉ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.બાદમાં કોઈ કારણસર બન્ને જુદા પડી ગયા હતા.કેટલાક સમય બાદ તે યુવતી અને દર્શન પટેલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.જ્યારે આ સંબંધની જાણ નિસર્ગ પટેલને થઈ, ત્યારે પ્રેમમાં અંધ બનેલા નિસર્ગે વધુને વધુ એકતરફી લાગણીમાં એટલે હદે પહોંચી ગયો અને ક્રોધ અને ઈર્ષ્યાના વશમાં આવી નિસર્ગે દર્શન પટેલ પર તિક્ષણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો.હથિયારના ઘા એટલા ગંભીર હતા કે દર્શન પટેલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો અને મૃત્યુ પામ્યો હતો
પ્રેમના નામે આ પ્રકારની ઘટનાઓ ખલેલજનક છે અને સમાજમાં યુવાનોના માનસિક સ્તર પર પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. ભિલોડા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે જેમાં આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે





