
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શ્રી હિન્દુ ગઢી ધર્મશાળા ખાતે ગ્રામ પંચાયત વાંસદા દ્વારા પેવર બ્લોક તથા હાઈરાઇઝ લાઈટ ના ટાવરનું ખાતમુહૂર્ત વાંસદા ના સરપંચ શ્રી ગુલાબભાઈ બી પટેલ તથા ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા ના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે વાંસદા ગામના ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગ્રામજનો હિન્દુ ધર્મશાળા ના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા હાલમાં ચાલતા રસોડાના ચાલતા બાંધકામ માં ગ્રામજનો તથા દાતાશ્રી તરફથી દાન આપવામાં આવ્યું છે જેમાં હનુમાન ચાલીસા પરિવાર પરિવાર તથા ગણેશ જન્મોત્સવ સમિતિ દ્વારા મોટુ દાન આપવામાં આવ્યું છે તથા શૌચાલય અને બાથરૂમ ના બાંધકામમાં પણ ગ્રામ પંચાયત દ્વારા અંદાજે બે લાખ સાઠ હજાર જેટલી રકમ મંજૂર કરી હતી અને હાલમાં પેવરબ્લોક અને લાઈટ ના ટાવર માટે અંદાજે પાંચ થી છ લાખ રૂપિયા જેટલી રકમ ફાળવી છે આમ ગ્રામ પંચાયત દ્વારા કાર્યમાં પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે હિન્દુ ગઢીધર્મશાળા ખાતે ચાલતા વિવિધ કામોમાં ટ્રસ્ટીઓ દ્વારા ચાલતા નવીનીકરણના કાર્યમાં ધ્યાન આપી પરિસર નો સુંદર વિકાસ થઈ રહ્યો છે તે બદલ ગામના અગ્રણીઓએ આ કાર્યને બિરજાવ્યું છે સરપંચ શ્રી ગુલાબભાઈ દ્વારા કોઈપણ કાર્યમાં આપને પંચાયતની મદદની જરૂર પડે તો તેમાં પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી અંતમાં હિન્દુ સમાજ ગઢી ધર્મશાળા તરફથી આ કાર્યોમાં દાતાશ્રી તથા ગ્રામજનો વસ્તુ સ્વરૂપે તથા દાન તરીકે આપેલ રકમ બદલ તથા ગ્રામ પંચાયત વાંસદા ના સહકાર બદલ તમામનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ કરવાના થતા કાયોઁમાં પણ સહકારની અપેક્ષા રાખી છે.




