GUJARAT
માલસર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયા ની ઉપસ્થિતિ માં ગજાનન આશ્રમનું ભૂમિ પૂજન કરાયું
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના માલસર ખાતે નર્મદા મૈયાના ખોળામાં (કિનારે) ગજાનન આશ્રમ નું ભૂમિપૂંજન કરવામાં આવ્યું હતું.8/11/2024/ના રોજ સવારે 10કલાકે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુંજેમાં ગુજરાતસરકાર શ્રીના કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયા ના ભૂમિ પૂંજન પ્રસંગ માં હાજર રહ્યા હતા ગજાનન આશ્રમ ના ભૂમિ પૂંજન મા કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયા સાથે કરજણ સ્થાનિક ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા રૂરલ ડી.વાય.એસ.પી.આકાશ પટેલ, cpi તડવી, નાયબ કલેક્ટર, શિનોર મામલતદાર મુકેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી સહિત ધોરાજી મુરલી મનોહર મંદિર ના મહંત રવિદાસ બાપુ સહિત મહંતો મહાનુભાવો એ હાજરી આપી હતી.અંદાજિત 1,54000 સકવેરફુટ માં બનાવાશે ગજાનન આશ્રમ બનાવશે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રહેવા,જમવા ની વિશાળ વવ્યવસ્થા, નિઃશુલ્ક સંકૃત પાઠશાળા, ગણેશ કન્યા શાળા યોજના, ઉમાશંકર નિવાસ (વૃધ્ધા આશ્રમ) સહિત ની સુવિધાઓ સાથે વિશાળ આશ્રમ નું નિર્માણ કરાશે . મૂળ રાજકોટ ના વતની ગુરુજી વિજયભાઈ જોશી તેમના ધર્મ પત્ની સાથે તેમની બે ઋષિકા દીકરીઓ એ ભૂમિ પૂંજન કર્યું હતું..








