નવીન ગ્રામ પંચાયત માટે યોજાશે ભૂમિ પૂજન

- નવીન ગ્રામ પંચાયત માટે યોજાશે ભૂમિ પૂજન
oplus_0
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાવ થરાદ જિલ્લાની સૌથી મોટી ગણાતી દિયોદર ગ્રામ પંચાયત હવે નવા રંગ રૂપ સાથે નવી બનશે જેમાં વર્ષો જૂની ગ્રામ પંચાયત ની જગ્યા પર નવીન ગ્રામ પંચાયત મંજૂર થતા નગરજનોમાં આનંદ છવાયો છે જેમાં આગામી ૩૦ જાન્યુઆરી ના રોજ શુભ મુહૂર્તે ભૂમિ પૂજન યોજાશે
ગુજરાત સરકાર દ્વારા દિયોદર નગરની વર્ષો જૂની માગણીઓ ને ધ્યાને લઈ દિયોદર ખાતે 40 લાખ રૂપિયાના ખર્ચે અધતન નવીન ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત હસ્તક મંજૂર કરવામાં આવી છે જેમાં વર્ષો જૂની માગણીઓ ને ધ્યાને લઈ નવીન ગ્રામ પંચાયત મંજૂર થતા નગરજનોમાં આનંદ ની લાગણી જોવા મળી છે જેમાં આગામી ૩૦ જાન્યુઆરી ના રોજ નવીન ગ્રામ પંચાયત કચેરી ના બાંધકામ માટે ભૂમિ પૂજન યોજાનાર છે આ ભૂમિ પૂજન કાર્યક્રમ માં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા ના હસ્તે નવીન ગ્રામ પંચાયત નું ભવ્ય ભૂમિ પૂજન કરવામાં આવશે જેમાં આગામી સમયે આ ગ્રામ પંચાયત કચેરી બે માળ ની બિલ્ડિંગ નું નિર્માણ થશે જેમાં દિયોદર ની જનતા ને આનો લાભ મળશે ….





