અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની યુ. જી. વી. સી. એલ -૨ ના એન્જીનીયરનો આપખુદશાહી ભર્યો વહીવટ હોવાનો આક્ષેપ.!!!
ઘોરવાડા ગ્રામ પંચાયત દ્વારા ઓઢા ગામમાં R&B વિભાગ દ્વારા બનતા ડામર રોડ વચ્ચે આવતાં બે વીજપોલ ખસેડવા બાબતે બે મહિના અગાઉ અરજી કરેલ છે છતાં કોઈ કામગીરી નહીં રસ્તા વચ્ચે આવતાં વિજતાર એકદમ નીચા હોવાથી વાહનને કે અન્યને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ..? થોડા દિવસ અગાઉ ઓઢા ગામના નાગરિક દ્વારા એન્જીનીર સાથે પોલ ખસેડવા બાબતે ટેલિફોનીક વાત કરતાં અમારા સેજામાં ૫૬ ગામો આવતાં હોવાથી અમારી અનુકૂળતા પ્રમાણે કામગીરી થશે તેવો જવાબ આપેલ હતો પરંતુ એક ગામમાં એક દિવસ ફાળવવામાં આવે તો પણ અન્ય દિવસો વધી ગયાં છતાં આજદિન સુધી કોઈ જ કામગીરી ના કરાતાં ગ્રામજનો રોષે ભરાયા જનતાના કામો નહીં કરતાં અધિકારીની અત્રેથી બદલી કરવા જાગૃત નાગરિક દ્વારા મહેસાણા,ગાંધીનગર સુધી રજુઆત કરવા તજવીજ હાથ ધરી છે