આણંદ એલિકોન કંપની દ્વારા સરકારી તળાવ ઝૂંપડપટ્ટી પર દબાણ.

આણંદ એલિકોન કંપની દ્વારા સરકારી તળાવ ઝૂંપડપટ્ટી પર દબાણ
તાહિર મેમણ – આણંદ -:17/04/2025 – સ્થળઃ મોગરી, તાલુકો આણંદ, જિલ્લો આણંદ મોગરી ગામ, તાલુકો આણંદ, જિલ્લો આણંદ ખાતે બ્લોક/સરવે નંબર 14/પૈકીનીજમીન પર 1962થી અનુસૂચિત જાતિ, દલિત અને અન્ય સમુદાયના લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. આ સ્થળે સમાજ દ્વારા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અડધા કદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે ડૉ. આંબેડકરની જન્મ જયંતી,પુણ્યતિથિ અને સંવિધાન દિવસે સમાજના લોકો અને આગેવાનો દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવતી હતી.હાલમાં,આ જમીન પર એલિકોન કંપનીએ દબાણ કર્યું છે. કંપનીએ આ વિસ્તારનું તળાવ પૂરી દીધું છે અને ગોચર જમીન પર પણ કબજો કર્યોછે. આજે, ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે, સમાજના આગેવાનો પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા ગયાહતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા. આથી, એલિકોન કંપનીના ગેટ પર ભીમ ધ્વજ લગાવી, ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા. બાદમાં,પેંડા અને ચોકલેટનું વિતરણ કરી ભીમ જયંતીની ઉજવણી કરવામાં આવી.આ અન્યાય સામે સમાજ ટૂંક સમયમાં લડત સમિતિનીરચના કરી, જમીન પરત મેળવવા કાયદેસર પગલાં લેશે. અમે સરકાર અને સંબંધિત અધિકારીઓને આ મામલે તાત્કાલિક ધ્યાનઆપવા વિનંતી કરીએ છીએ. આ બાબતે સમાજનાં આગેવાન કિરણકુમાર સોલંકી બૌદ્ધ આણંદ અને કાંતિભાઈ ક્રિષ્ના ભાઈ રહેમોગરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે…





