તા. ૨૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો ૨૦૨૪ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા દાહોદ આઇ.સી.દી.એસ શાખા જિલ્લા પંચાયત દ્વારા” પા પા પગલી ” પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વાલીઓને આગવી જાણકારી મળે તે હેતુસર “ભૂલકા મેળો – ૨૦૨૪” નું આયોજન સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે કરવામાં આવેલ હતો આ ભૂલકાં મેળો ૨૦૨૪ ને મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહાનુભાવો નું સ્વાગત ભૂલકાઓ પોતાના હાથે બનાવેલી કૃતિઓ થી કર્યું હતું ભૂલકાંઓના સર્વાંગી વિકાસમાં આ મેળાનું આયોજન વિવિધ થીમ ઉપર કરવામાં આવે છે ભૂલકાઓ દ્વારા ટીચિંગ લર્નિંગ માટે એક પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભૂલકાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર,ઉપસ્થિત રહ્યા હતા