ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે કુલ ૧૬૩૩ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓર્ડર અપાયા
મોરવા હડફ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાભાર્થી સંમેલન અંતર્ગત મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
**********
*પંચમહાલ, રવિવાર ::*

આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની મોરવા હડફ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ઠ કુલ ૧૦ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ ૧૬૩૩ જેટલા લાભાર્થીઓને ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથારના વરદહસ્તે મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં દસ ગામના કુલ ૧૬૩૩ લાભાર્થીઓ પૈકી બામણા ગામના ૧૨૮, કડાદરાના ૭૯, ખુદરા ગામના ૧૬, નાગલોદના ૧૨૦, પથનપુરના ૧૦, રામપુરના ૪૬૮, પરબીયાના ૧૩૨, ડાગરીયાના ૪૬, કુવાઝરના ૧૦૯ અને મોરવા(હ) ગામના ૫૨૫ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના મંજૂરી પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોરવાના મામલતદારશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જ્યોતિકાબેન બારીઆ, તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિહ સોલંકી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી રામસિંહ બારીઆ, પૂર્વ પ્રમુખ ધર્મિષ્ઠાબેન માલીવાડ, મોરવા હડફના સરપંચશ્રી લલીતાબેન, અન્ય તમામ ગામના સરપંચઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
***********





