GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

તરણેતર મેળામાં માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિ

હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

તા.28/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા, સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આયોજિત લોકડાયરામાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ ઉપસ્થિત રહી કલાકારો અને કલાપ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે તરણેતરનો મેળો એ માત્ર મેળો નથી પરંતુ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રતિબિંબ છે આ પ્રકારના લોકડાયરા આપણી લોકકલા અને લોકસંગીતને જીવંત રાખવાનું સરાહનીય કાર્ય છે તેમણે કલાકારોના અદભુત પ્રદર્શનની પ્રશંસા કરી અને યુવા પેઢીને આવા કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા આ લોકડાયરામાં હિતેશભાઈ બારોટ, અનુભા ગઢવી, ગોવિંદદાન ગઢવી, કિરીટદાન ગઢવી સહિતનાં કલાકારોએ પોતાની કલાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું તેમણે પોતાની આગવી શૈલીમાં જુદાજુદા ગીતો, લોક સાહિત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા હજારોની સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા માહિતી ખાતા દ્વારા આયોજિત આ કાર્યક્રમ તરણેતરના મેળામાં સાંસ્કૃતિક રંગો પૂરવામાં સફળ રહ્યો હતો આ લોકડાયરામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજભા ઝાલા તેમજ જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા સહિતનાં પદાધિકારીઓ, અધિકારીઓ સહિત કલા પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!