
છ હજાર કરોડ નો બીઝેડ કંપની નામથી કૌભાંડ આચરનાર ભુપેન્દ્ર સિંહ ઝાલા મેહસાણા દવાડા થી ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
14 હજારથી વધુ રોકાણકારોના છ હજાર કરોડનું કૌભાંડ આચરનાર બી.ઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની એક મહિના બાદ ધરપકડ થઈ છે. ત્યારે હવે રોકાણકારોના નાણાં ક્યાં રોકવામાં આવ્યા સહિતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. શુક્રવારે સાંજે સીઆઈડી ક્રાઈમની ટીમે ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણાના દવાડા ગામની સીમાં એક ખેતરમાં આવેલા નાના મકાનમાંથી ઝડપી લીધો હતો અને ઝીણવટભરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.બીજી તરફ બી.ઝેડના સીએ ઋષિત મહેતા દ્વારા પોન્ઝી સ્કીમ મામલે થઈ રહેલી તપાસ દરમિયાન તેઓ કેટલીક વિગતો લીક કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની આશંકાને લઈ ગુરુવારે મોડી રાત્રે તેમને ફરીથી સીઆઈડીના અધિકારીઓ લઈ ગયા છે. જયાં તેમની કડક પુછપરછ કરાતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે દવાડા ગામના સીમમાં આવેલ કીરણ સિંહ ચૌહાણ નામના વ્યક્તિના ફાર્મ હાઉસ પર ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 10 દિવસથી રોકાયો હોવાની વિગતો સાંમે આવી છે.ત્યારે સીઆઇડી ની ટીમે ભુપેન્દ્ર ઝાલા ને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણ ની પણ અટકાયત કરી દેવામાં આવી છે.ત્યારે હવે આ કિરણસિંહ પોન્જી સ્કીમ કૌભાંડ માં સામેલ છે કે નહીં તેની પણ તપાસ થશે.મળતી માહિતી પ્રમાણે કિરણસિંહ ભવાની સેના ગુજરાત અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દવાડા ગામની સીમમાં આવેલ કિરણસિંહ ચૌહાણ ના આ ફાર્મ હાઉસ ના મકાનના તાળા જોવા મળ્યા હતા તેમજ કેટલીક જમવાની ડિસો,અને ખાલી ગ્લાસ પડેલા જોવા મળ્યા છે.ત્યારે દારૂની બોટલો પણ ફાર્મ હાઉસ પર બહારના ભાગે પડેલ જોવા મળી છે.ત્યારે આ ફાર્મ ઉપર ભુપેન્દ્ર ઝાલા મોજ શોખ થી રહેતો હોવાનું સ્પષ્ટ જણાઈઆવ્યુંહતુ.ત્યારે આ ફાર્મના મકાન પર એક વાઇફાઇ પણ ફિટ કરવામાં આવ્યું છે.ત્યારે હાલમાં તો આસપાસના લોકો પણ આ ફાર્મ અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી ભુપેન્દ્ર ઝાલા જ્યાં રોકાયો હતો એ ફાર્મ હાઉસની અંદર એક મોટું tv, ફ્રીજ,બે બેડ,સહિત ની સામગ્રી જોવા મળી છે.ત્યારે અહીંયા જોતા લાગી રહ્યું છે કે આ ફાર્મ પર સ્પેશિયલ ભુપેન્દ્ર ઝાલા માટે આ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી




